Thursday, March 5, 2026
HomeBusinessUAE Vaishnav Sangh Angel for Gujaratis Stranded in Dubai

UAE Vaishnav Sangh Angel for Gujaratis Stranded in Dubai

જ્યારે અજાણ્યા દેશમાં મુશ્કેલી આવે અને ઘરે પાછા આવવાના તમામ રસ્તા બંધ થઇ જાય ત્યારે એક નાનકડી મદદ પણ મહત્વની સાબિત થતી હોય છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતા દુબઇમાં ફ્લાઇટ્સ રદ થવાથી ઘણા ભારતીય પરિવારો અટવાયા છે. હોટલના બિલ અને ચિંતાએ તેમને માનસિક ર

.

દ્વારકેશ લાલજીની પ્રેરણાથી નિખિલ સાયાણી અને તેમની ટીમે હજારો કિલોમીટર દૂર પરદેશમાં માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. જેની હૂંફ અહીં ભારતમાં બેઠેલા પરિવારો સુધી પહોંચી રહી છે. વૈષ્ણવ સંઘ UAEએ દુબઇમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી સાથે જ સવારના યોગથી લઇને રાતની અંતાક્ષરી અને ફિલ્મો સુધી વૈષ્ણવ સંઘે એક એવું વાતાવરણ ઊભું કર્યું કે ડરેલા ચહેરાઓ પર ફરી સ્મિત આવ્યું છે.

આવી યુદ્ધની પરિસ્થિતી વચ્ચે પણ એક પરિવાર બનીને લોકોને મદદ કરવાનું આ કામ કેવી રીતે શક્ય બન્યું એ જાણવા માટે દિવ્ય ભાસ્કરે વૈષ્ણવ સંઘ UAE ના નિખિલ સાયાણી સાથે વાતચીત કરી હતી. તેઓ મૂળ અમદાવાદના વતની છે અને છેલ્લા 20 વર્ષથી દુબઇમાં રહે છે. તેમણે 3 કિસ્સા કહ્યાં.

કિસ્સો 1 નૈરોબીમાં રહેતી ગુજરાતી મહિલા UKમાં વસતા તેમના પરિવારના સભ્યો સાથે ફરવા માટે દુબઇ આવી હતી પણ ફ્લાઇટ બંધ થતાં બધા ફસાઇ ગયા હતા. દરમિયાન UKના પરિવારજનોની ફ્લાઇટ બૂક થઇ જતાં તેઓ જતાં રહ્યાં હતા અને નૈરોબીથી આવેલી મહિલા દુબઇમાં એકલી રહી ગઇ હતી. આ મહિલાને હોટલમાંથી પણ ચેકઆઉટ કરવું પડ્યું હતું. જેથી તે ખૂબ ટેન્શનમાં હતી.

મહિલાએ જ્યારે વૈષ્ણવ સંઘ UAEની ટીમનો સંપર્ક કર્યો ત્યારે ટીમે તેમને કહ્યું કે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી મદદ કરીશું અને જ્યારે પણ તમારી ફ્લાઇટ બૂક થશે ત્યારે તમને ડ્રોપ પણ કરી દઇશું. જેના પછી મહિલાનો ડર દૂર થયો અને તેના ચહેરા પર ખુશી જોવા મળી.

ફસાયેલા લોકો માટે આ પ્રકારે રહેવાની વ્યવસ્થા કરાઇ છે

ફસાયેલા લોકો માટે આ પ્રકારે રહેવાની વ્યવસ્થા કરાઇ છે

કિસ્સો 2 મુંબઇમાં રહેતા એક ગુજરાતી પરિવારના દીકરાને દુબઇમાં જોબ મળી હતી એટલે તેના માતાપિતા તેને દુબઇ મુકવા આવ્યાં હતા. યુદ્ધ બાદ દુબઇની પરિસ્થિતિ જોઇ તેઓ ખૂબ જ ગભરાઇ ગયા હતા. આ પરિવાર વિશે જ્યારે નિખિલ સાયાણી અને તેમની ટીમને જાણ થઇ ત્યારે ટીમે પરિવારની મુલાકાત લીધી હતી અને તેના માતાપિતાને સમજાવ્યું કે તમે કોઇપણ પ્રકારની ચિંતા ન કરશો. અમે જે પણ મદદની જરૂર હશે તે પૂરી પાડીશું.

આના પછી નિખિલ સાયાણીએ પોતાની કારમાં એ દીકરાને તેની જોબના સ્થળે પહોંચાડ્યો હતો. તેના માતા પિતાને ભારત આવવાની ફ્લાઇટ હતી એટલે વૈષ્ણવ સંઘ UAEની ટીમે તેમને ભરોસો અપાવ્યો કે અમે અહીંયા છીએ. તમે કોઇપણ ટેન્શન રાખ્યા વગર ભારત જાઓ.

કિસ્સો 3 નિખિલ સાયાણીએ જણાવ્યું કે, મંગળવારે સાંજના સમયે અમે લોકોએ અમારી જોબ પતાવીને આપણાં ગુજરાતીઓ અને ભારતીયો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમે તેમની સાથે વાતચીત કરી હતી. જેમાં એક પરિવાર લોસ એન્જલસથી ભારત અને ભારતથી પાછો લોસ એન્જલસ જતો હતો. પરિવારે વૈષ્ણવ સંઘ UAEની ટીમને કહ્યું કે અમે આવી પરિસ્થિતિમાં ખૂબ માનસિક દબાણ અનુભવતા હતા પણ તમે એટલી સારી રીતે કાળજી રાખી છે કે અમને અહીં અમારા ઘર જેવું જ લાગ્યું. જે ટેન્શન હતું તે પણ હવે દૂર થઇ ગયું છે.

હવે અહીં 600 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે

હવે અહીં 600 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે

વાંચો, દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવી જૈન સંસ્થા

1 માર્ચથી મદદની શરૂઆત કરી દીધી વૈષ્ણવ સંઘ UAEના 10 લોકોએ ફસાયેલા પ્રવાસીઓની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને 1 માર્ચથી જ મદદની શરૂઆત કરી દીધી હતી. તેમણે સાંજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટર અપલોડ કર્યું હતું. જેના પછી વહેલી સવારથી જ કોલ આવવાના શરૂ થઇ ગયા હતા. તેમને સૌથી પહેલો કોલ ગુજરાતી ટુરિસ્ટનો આવ્યો હતો.

સોશિયલ મીડિયા પોસ્ટ જોઇને એક ગ્રુપે મદદ માગી આના વિશે નિખિલ સાયાણી કહે છે કે, 50 લોકોનું ગ્રુપ તેમના ટૂર મેનેજર સાથે અહીં ફરવા આવ્યું હતું. અમારી આ પોસ્ટ જોઇને તેમણે કોલ કર્યો હતો. એ સમયે તેઓ ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતા પણ અમે તેમને સાંત્વના આપી અને કહ્યું તમે જરા પણ ચિંતા ન કરશો, અમે તમારી સાથે છીએ. એ પછી અમે તેમના લોકેશન પર પહોંચ્યાં અને તેમની હોટલ પરથી સ્પેશિયલ બસ કરીને અમારા શારજહાંના લોકેશન પર તેમને પહોંચાડ્યાં હતા.

વૈષ્ણવ સંઘ UAEએ ફસાયેલા લોકોની મદદ કરી હતી

વૈષ્ણવ સંઘ UAEએ ફસાયેલા લોકોની મદદ કરી હતી

શરૂઆતના તબક્કે તેમણે ફક્ત 300 લોકો માટે વ્યવસ્થા કરી હતી. જેમાં સૂવા માટે, ખાવા-પીવા માટેની સુવિધા હતી. જો કે હવે 600 લોકો માટેની સુવિધા છે.

600 લોકો રહી શકે તેવી વ્યવસ્થા નિખિલ જણાવે છે કે, ધીરે ધીરે સંખ્યા વધવા લાગી એટલે અમારી પાસે જે ખુલ્લી જગ્યા હતી ત્યાં બહાર મોટા ટેન્ટ તાત્કાલિક ઊભા કરાવડાવ્યાં અને ત્યાં પણ બિસ્તરથી લઈને કુલર અને ફેનની પણ વ્યવસ્થા કરી. જેથી લોકો સારી રીતે રહી શકે. આમ અંદાજે 600 કરતાં વધારે લોકો એક સાથે રહી શકે તેવી સુવિધા ઊભી કરી છે.

ફસાયેલા લોકો સામેથી અહીં આવે તેવું જ નહીં પણ જો કોઇ કોલ કરે તો વૈષ્ણવ સંઘ UAEની ટીમના સભ્યો તેમને ત્યાં લેવા માટે પણ પહોંચી જાય છે.

દ્વારકેશ લાલજી અને વૈષ્ણવ સંઘની ટીમ

દ્વારકેશ લાલજી અને વૈષ્ણવ સંઘની ટીમ

મદદ માગે તેને લેવા માટે ટીમ પહોંચી જાય સાયાણીએ કહ્યું, ઘણા લોકોને ફાઇનાન્શિયલ ઇશ્યુ પણ થયા હતા. જેના કારણે તેઓ હોટલમાં પૈસા ભરી શકે તેમ નહોતા. આવા ઘણા લોકોએ મદદ મેળવવા માટે અમને કોલ કર્યા હતા. અમે વન બાય વન બેચ બનાવીને જ્યાં-જ્યાંથી કોલ આવ્યાં હતા ત્યાં જઇને તેમને પીક કરીને અમારા લોકેશન સુધી લાવ્યા હતા.

અહીં એકસાથે 2 હજાર લોકોનું ભોજન બનાવી શકાય તેવી તૈયારી પણ છે. તેઓ કહે છે કે, અહીં અમે બેકઅપમાં એક સાથે 2 હજાર લોકોનું ભોજન બનાવી શકાય તેવી પણ તૈયારીઓ કરી દીધી છે. જેથી જો હજુ વધારે લોકો આવે તો તેમને પણ ભોજન પૂરું પાડી શકાય. આ સિવાય અમે અમારા સ્ટાફ મેમ્બર્સને પણ ગાડીના ડ્રાઇવર સાથે મોલ્સની બહાર સ્ટેન્ડબાયમાં રાખ્યાં છે. જેથી જો કોઇ વ્યક્તિને તાત્કાલીક મદદની જરૂર હોય તો તેને પણ હેલ્પ કરી શકાય.

સવારથી રાત સુધી જુદી-જુદી એક્ટિવિટી આ કેમ્પમાં રહેતા લોકો સવારે ઉઠે એટલે તેમને યોગ અને કસરત કરાવાયા છે. બપોરે અલગ અલગ એક્ટિવિટી અને સાંજે વિવિધ પ્રકારની ગેમ રમાડાય છે. જ્યારે રાત પડતાં જ મોટો પડદો લગાવીને ફિલ્મ બતાવાય છે, અંતાક્ષરી રમાડાય છે. જેથી તેમને ઘર જેવા વાતાવરણનો અનુભવ થાય.

સવારથી સાંજ સુધી જુદી-જુદી એક્ટિવિટી કરાવાય છે

સવારથી સાંજ સુધી જુદી-જુદી એક્ટિવિટી કરાવાય છે

આની પાછળનું કારણ જણાવતા નિખિલે કહ્યું, અમે આ લોકો સાથે મુલાકાત કરી તો ધ્યાનમાં આવ્યું કે તેઓ ખૂબ જ ગભરાયેલા છે અને માનસિક તણાવમાં છે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે તેમને કોઇને કોઇ રીતે બિઝી રાખવા જોઇએ જેથી અમે આખું શિડ્યુલ બનાવ્યું હતું.

એરપોર્ટ સુધી મુકવા જાય હવે જેમ જેમ ફ્લાઇટ્સનું બુકિંગ મળે છે તેમ તેમ લોકો અહીંથી વિદાય લઇ રહ્યાં છે. આ લોકો ફ્લાઇટના સમય પહેલાં સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચી શકે તે માટે તેમને ડ્રોપ કરવા સુધીની વ્યવસ્થા પણ વૈષ્ણવ સંઘ UAEની ટીમે કરી છે.

પ્રવાસીઓ આંખોમાં આંસુ સાથે વિદાય લે છે નિખિલ સાયાણીએ કહ્યું, અમે લોકોને મદદ કરી અને જ્યારે તેઓ પાછા ફરી રહ્યાં હતા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. તેઓ એવું કહેતા કે તમે પરિવારના સભ્યની જેમ અમારી કાળજી રાખી હતી. જ્યારે લોકો અહીં અટવાયા હતા ત્યારે જે હાવભાવ હતા તેના કરતાં હવે ખૂબ જ નોર્મલ થઇ ગયા છે. જે મહિલાઓ અહીં રોકાયેલી છે તેઓ રસોડાંમાં જઇને રસોઇ બનાવવામાં મદદ કરી રહી છે.

Suhas
Suhashttps://onlinemaharashtra.com/
Suhas Bhokare is a journalist covering News for https://onlinemaharashtra.com/
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments