IPL 2026 : RCB ની વિકેટો વિખેરવામાં આ બોલરો મચાવી ચૂક્યા છે તરખાટ

IPL 2026 : RCB ની વિકેટો વિખેરવામાં આ બોલરો મચાવી ચૂક્યા છે તરખાટ

IPL 2026 ની મેચોને લઇને આતુરતાનો ટૂંક સમયમાં અંત આવશે, ડિફેન્ડિંગ ચેમ્પિયન (Defending Champion – IPL 2026), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ચોક્કસ બોલરોનું વર્ચસ્વ સ્પષ્ટપણે જાણીતું છે. આ બોલરોએ વારંવાર RCBના ટોચના બેટ્સમેનોને તેમની ઘાતક બોલિંગથી શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા છે, આ ચાર બોલરોએ સારામાં સારા બેસ્ટમેનને ઘૂંટણીએ પાડ્યા હોવાનું ઇતિહાસમાં દર્જ થયેલું છે.

  • IPL 2026 ની મેચોને લઇને આતુરતાનો ટૂંક સમયમાં આવશે અંત
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગત સિઝનમાં ટ્રોફી જીતી હતી
  • આ વખતે તેઓ પોતાનું ટાઇટલ બચાવવા માટે મેદાનમાં ઉતરશે

IPL 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. એકવાર ફરી ક્રિકેટમાં નવો ઉત્સાહ ફૂંકાવવાની તૈયારીમાં છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન (Defending Champion – IPL 2026), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ચોક્કસ બોલરોનું વર્ચસ્વ સ્પષ્ટપણે જાણીતું છે. આ બોલરોએ વારંવાર RCBના ટોચના બેટ્સમેનોને તેમની ઘાતક બોલિંગથી શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા છે. ચાલો RCB સામે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો પર એક નજર કરીએ.

IPL 2026, બુમરાહે બુમ પડાવી દીધી

ટોચના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Mumbai Indians, Fast Bowler – Jasprit Bumrah) અને રાજસ્થાન રોયલ્સ (RR) ના સંદીપ શર્મા (Rajasthan Royals – Sandip Sharma) જોડાયા છે. બુમરાહએ 2013 માં તેની પહેલી મેચ રમી હતી. તેણે 20 ઇનિંગ્સમાં 20.03 ની સરેરાશ અને 7.44 ના ઇકોનોમી રેટથી 29 વિકેટ લીધી છે. બુમરાહએ એક વખતમાં પાંચ વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5/21 છે. સંદીપે 21 ઇનિંગ્સમાં 22.79 ની સરેરાશથી 29 વિકેટ લીધી છે.

આ પણ વાંચો ——— Carolina Marin Retires: બેડમિન્ટન જગતમાં એક યુગનો અંત, ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ કેરોલિના મરિને જાહેર કરી નિવૃત્તિ

IPL 2026, ચાર વિકેટ લેવાનો રેકોર્ડ

આ યાદીમાં બીજા ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના અનુભવી ઓલરાઉન્ડર સુનીલ નારાયણ (Kolkata Knight Rider – Sunil Narayan, All Rounder) છે. તેમણે 2012 માં RCB સામે પોતાની પહેલી મેચ રમી હતી. તેણે 22 મેચોની 21 ઇનિંગ્સમાં 20.81 ની એવરેજથી 27 વિકેટ લીધી છે. તેમનો ઇકોનોમી રેટ 6.69 છે. તેઓએ RCB સામે ત્રણ ચાર વિકેટ લીધી છે. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 4/20 છે.

જાડેજાનો તરખાટ

RRR ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Rajasthan Royals – Ravindra Sinh Jadeja) આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેમણે 2008 માં RCB સામે પોતાની પહેલી મેચ રમી હતી. જાડેજાએ 35 મેચોની 31 ઇનિંગ્સમાં 29.38 ની એવરેજથી 26 વિકેટ લીધી છે. તેમનો ઇકોનોમી રેટ 7.49 છે. જાડેજા RCB સામે 4 કે 5 વિકેટ લઈ શક્યો નથી. તેમનો શ્રેષ્ઠ પ્રદર્શન 3/13 રહ્યો છે.

ઓલરાઉન્ડરે પકડ બનાવી રાખી

ચોથા સ્થાને રવિચંદ્રન અશ્વિન (CSK Ravindran Ashwin) છે, જે CSK ના અન્ય ભૂતપૂર્વ અનુભવી સ્પિન બોલર છે. સીએસકે ઉપરાંત, આ ખેલાડી દિલ્હી કેપિટલ્સ (ડીસી), પંજાબ કિંગ્સ (પીબીકેએસ), રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ અને આરઆર ટીમોનો પણ ભાગ રહી ચૂક્યો છે. અશ્વિને 2010 ની આઈપીએલમાં આરસીબી સામે તેની પહેલી મેચ રમી હતી. અત્યાર સુધીમાં, તેણે 29 ઇનિંગ્સમાં 27.88 ની સરેરાશ અને 7.04 ના ઇકોનોમી રેટથી 25 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 3/16 રહ્યું છે.

આ પણ વાંચો ——— હિટમેનનો ‘સુપરફિટ’ લુકને જોઈ નીતા અંબાણી ચોંકી ગયા, રિએક્શનનો Video Viral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *